મારી માવડી
મારી માવડી
મને આપે પ્રેમની મીઠી હેતડી
જીવનમાં લાવે મીઠી પ્રીતડી
તારી લાગણી છે અમોલ મારી માવડી...!
પ્રેમની વહાવે મીઠી નાવડી
જે બને બાળકની લાકડી
તારી લાગણી છે અમોલ મારી માવડી...!
ભીને પોઢી પોતે સૂકે સુવાડી
કડવી દવા પીવરાવે પોતે ચખાડી
તારી લાગણી છે અમોલ મારી માવડી...!
શિસ્ત, સંસ્કારની વાતો સંભળાવી
હેતનાં મીઠાં પારણે ઝૂલાવી
તારી લાગણી છે અમોલ મારી માવડી...!
નવ નવ માસ દુઃખડા સહેનારી
બાળક કાજે દુનિયા છોડનારી
તારી લાગણી છે અમોલ મારી માવડી...!
તારી જગમાં જોડ અનોખી
તારી લાગણીની વાત નોખી
તારી લાગણી છે અમોલ મારી માવડી...!
