STORYMIRROR

Sheetlba Jadeja

Inspirational Others

3  

Sheetlba Jadeja

Inspirational Others

મારી બા

મારી બા

2 mins
266

જેને જોતા જ મારા ચહેરા પર સ્મિત ઉભરાઈ આવે, એવી મારી બા.

કહેવાય તો ‘’મા’’ જ્ન્મ દેનારી, પણ પાલનહારી, એવી મારી બા.


જાણું છું કે શરીરમાં ઘડપણ આવે, પણ હજુ જુવાન દેખાતી, એવી મારી બા.

ખારા આંસુને પી જઈ, સૌ ને મીઠું જમણ પીરસતી, એવી મારી બા.


ચાર દિવાલમાં રોઈ લેતી, કોઈના આંખમાં ઝાંકળ ન આવે એ ડરથી, એવી મારી બા.

ખર્ચા ભલેને અસંખ્ય હોઈ, ભણેલી ભલે ચોપડી ન હોઈ, પણ તમામ હિસાબ રાખતી, એવી મારી બા.


આંખોની રોશની ભલે ન હોઈ હવે, પણ ઘરને મંદિર રાખતી, એવી મારી બા.

બાલુડા કાજે રક્ષા માટે રણચંડીનું સ્વરૂપ લઈ લેતી, એવી મારી બા.


થાકીને જાઉં એના ખોળામાં માથું રાખી, વ્હાલથી પંપાળતી, એવી મારી બા.

શોખ ભલે એનો ચારધામનો હોય, પણ સૌને કાજે જેને ઉંબરામાં સમાવેલી છે દુનિયા, એવી મારી બા.


બાળકોના તમામ ઘા ને સહજતાથી પોતાના પર લઈ હસતી, એવી મારી બા.

સવારથી સાંજ સુધીની તમામ મીઠી ફરિયાદો મને રાત્રે કરતી, એવી મારી બા.


પોતાની જાતને ઘસી ને સઘળા પરિવાર ને ઉજળા કરતી, એવી મારી બા.

શાણી શિખામણો આપીને પ્રેમ અઢળક વરસાવતી, એવી મારી બા.


દાદા અને મમ્મી વગર કઠણ હૃદય રાખી આખી જિંદગી જીવી ગઈ, એવી મારી બા.

મારા આવવાની આહટથી જ સદૈવ સ્મિત છલકાવતી, એવી મારી બા.


સંતાનો પર હંમેશા ગર્વ કરી સૌ ને ખુમારી દેખાડતી, એવી મારી બા.

નવી સાડી લઈને આવું ત્યારે પ્રેમેથી ગળે ભેટી વ્હાલ કરતી, એવી મારી બા.


બ્રહ્મસ્વપન સમયે ઈશ્વર સાધના કરી સંતાનોના સુખની અરજ કરતી, એવી મારી બા.

કસોટી ભલેને ગમે તેટલી હોય, મરજીવાનું જિગર રાખનારી, એવી મારી બા.


બધા ભલે સળંગ એક જિદંગી જીવે, પણ અખુટ વળાંકમાંથી પસાર થઈને જીવે, એવી મારી બા.

શબ્દોમાં ન વર્ણવી શકું તને, શબ્દ્કોષ જ ટૂંકો પડે મને, એવી મારી બા.

અંત:કરણપૂર્વક તને અતૂટ પ્રેમ કરું છું, આ તારી ને મારી સાંકળ કદી જ ન તૂટે એ અરજ તને મારી બા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational