STORYMIRROR

Nilam Jadav

Inspirational Children

4  

Nilam Jadav

Inspirational Children

મારે વિહરવું છે પુસ્તકની પાંખે

મારે વિહરવું છે પુસ્તકની પાંખે

1 min
458

પુસ્તકોમાં છાપેલ શબ્દોને માણી,

ને જીવનનો સાચો મર્મ જાણી,

મારે વિહરવું છે પુસ્તકની પાંખે.


પુસ્તકરૂપી ભોમિયાને અપનાવી,

ને જીવનને યાદગાર બનાવી,

મારે વિહરવું છે પુસ્તકની પાંખે.


વાચકોના વિચારને પામી,

ને પુસ્તક સંગે આખું જગ ઘૂમી,

મારે વિહરવું છે પુસ્તકની પાંખે.


કરુણ, શૌર્ય ને હાસ્યનો રસ પીરસી,

ને શબ્દોનાં વૈભવ સંગે વરસી,

મારે વિહરવું છે પુસ્તકની પાંખે.


પુસ્તકનાં ભરપૂર ખજાનાને લૂંટી,

ને તેમાં રહેલા સારાં વિચારોને ચૂંટી,

મારે વિહરવું છે પુસ્તકની પાંખે.


પુસ્તકમાં રહેલ સર્વધર્મનો સાર લઈ,

ને જ્ઞાનરૂપી સાગરમાં ઊંડે જઈ,

મારે વિહરવું છે પુસ્તકની પાંખે.


પુસ્તક દ્વારા જન-જન સુધી પહોંચી,

ને જીવનરૂપી મારા વિચારોને વહેંચી,

મારે વિહરવું છે પુસ્તકની પાંખે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational