મારે તો એક એવું વેકેશન જોઈએ
મારે તો એક એવું વેકેશન જોઈએ
મારે તો એક એવું વેકેશન જોઈએ,
વિચારો ને પડે રજા,
તો આ મગજને કેવી આવે મજા !
મારે તો એવું એક વેકેશન જોઈએ,
શરીર સાથે મળે મનને પણ આરામ,
એવું કરવું કૈક કામ,
મારે તો એવું વેકેશન જોઈએ,
દર્દ ને દફનાવી શકું,
આનંદ ને અપનાવી શકું,
એવું હૈયું હળવું કરી શકું,
મારે તો એવું વેકેશન જોઈએ,
જ્યાં બેફિકર બની રખડી શકાય,
પ્રકૃતિનાં સાનિધ્યમાં ખુદ ને પણ ભૂલી જવાય,
કુદરતમાં રહેલા સંગીતથી મનને તરબતર કરી શકાય,
મારે તો એવું એક વેકેશન જોઈએ.