STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મારા રામ તમે

મારા રામ તમે

1 min
226

સાંભળી નિજજનનો અવાજ આવો મારા રામ તમે,

ભક્તવત્સલતા તમારો રિવાજ આવો મારા રામ તમે,


વ્યાકુળતા ભક્તજન તણી પરાકાષ્ઠાએ પહોંચનારી,

પ્રતિક્ષા ક્યાં લગી એ કરે આજ આવો મારા રામ તમે,


સતાવે આ સ્વાર્થી જગત નિષ્કપટ એને જાણી સદા,

રાખવા તમારાની તમે હરિ લાજ આવો મારા રામ તમે,


કરગ્રહી લ્યો ધનુર્ધારી ધનુષબાણને હવે નિજ હાથમાં,

રક્ષવાને નાથ સરળજનને કાજ આવો મારા રામ તમે,


ચડાવે ચિતા ખડકી જલાવવાને કૈંક પ્રહલાદને જગત,

વિપરીત વર્તન કરી રહ્યો સમાજ આવો મારા રામ તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational