STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

મારા હરિ..!

મારા હરિ..!

1 min
26.5K


મારા હરિ વિચાર મારો,

મારા હરિ આધાર મારો.

શ્વાસ સરગમે સ્મરણ,

મારા હરિ પોકાર મારો.

ધબકે ઉર એના નામનું, 

મારા હરિ સ્વીકાર મારો.

નૈન પલક આવન જાવન,

મારા હરિ દીદાર મારો.

જીહ્વા ઝંખે નામ એનું, 

મારા હરિ ઉચ્ચાર મારો.

પ્રકૃતિ વસંતે ખીલતી,

મારા હરિ સિંગાર મારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational