STORYMIRROR

Hemangi Bhogayata

Thriller

4  

Hemangi Bhogayata

Thriller

માનવીનું જીવન

માનવીનું જીવન

1 min
384

મનુષ્યનું જીવન એટલે એક જ દિવસ,

જીવનની સવારનો પહોર એટલે,

ઉગતા સૂર્યની જેમ માઁની કોખમાંથી કુદરતની કોખમાં બાળક મૂકાય,

ધીમે ધીમે જેમ જમીન કૂણા તડકાનો અનુભવ કરે,

એમ બાળક બહારની દુનિયાના નાના-મોટા કષ્ટોનો અનુભવ કરે,


પછી આવે ભરબપોર,

માનવીની કસોટીનો ખરો સમય,

એ ખૂબ જ શેકાય એ તડકામાં,

ખૂબ જ શેકાય,


ત્યાં જ ઠંડક દેનારી સાંજ આવે,

બધું ઠંડુ પડી જાય,

માનવી નિરાંતનો શ્વાસ લે,

અને ત્યાં....

ત્યાં આવે એને કોળિયો કરી જનાર રાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller