માનવી
માનવી
વાચા ફૂટી એટલે જ તો છું હું માનવી,
પ્રેમમાં પાંગળો છું હું માનવી,
વૈભવ ને સુખ-સમૃદ્ધિમાં જીવું હું માનવી,
પોતીકાને જ ભરખી જાઉં હું માનવી,
જગ જીતવાની કામના કરું હું માનવી,
માનવતા જ ભૂલ્યો છું હું માનવી.
હા, બસ એકવીસમી સદીનો,
કળિયુગનો હું 'માનવી'.
