STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

માનવ

માનવ

1 min
386

દૂરસુદૂર નજર દોડાવી, માનવ દીસે ન ક્યાંય.

માનવતા ગયો ભૂલાવી, માનવ દીસે ન ક્યાંય.


સ્વાર્થરત સઘળા સજીવો કેવળ જે શ્વસતા,

અવરનું ગયો વિસરાવી, માનવ દીસે ન ક્યાંય.


ડગલે પગલે "મારું મારું" "તારું" ના વિચારે,

સંકુચિતતાને અપનાવી, માનવ દીસે ન ક્યાંય.


હિંસક પશુને શરમાવે એવો જેનો વ્યવહાર,

ઔદાર્ય દીધું દફનાવી, માનવ દીસે ન ક્યાંય.


'પૈસો' જેનો હોય પરમેશ્વર કરે યત્ન પારાવાર,

માનવનું મ્હોરું અજમાવી, માનવ દીસે ન ક્યાંય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy