STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

માનવ

માનવ

1 min
392

"માનવ એટલે માનવ"

માનવ સિવાય બીજી જાત નહીં,

મળીએ મન ભરી સૌ,

માનવતા સિવાય બીજી વાત નહીં,


ભેદભાવ ભૂલાવી દઈએ સઘળા,

સૌ મનુના છીએ સંતાનો,

અંતર્દર્શને પામીએ,

આખરે સ્વયં જેવી કોઈ મુલાકાત નહીં,


એકરંગા રહીએ જીવનમાં,

મનમાં એવું મોઢે કહી દઈએને,

અંદર બહારની એકરુપતા,

પછી ભીતરે બીજી ભાત નહીં,`


માનીએ આભાર ઇશનો,

કે માનવદેહ અમૂલો જેણે દીધો,

રખે પરોવીએ મન માયાના વળગણે,

એના જેવી ઘાત નહીં,


પામીએ પરમને પ્રત્યેકમાં,

જનસેવાની જેહાદ જગાવીને,

સંતોષ રાખી સુખ પામીએ સદા,

એના જેવી નિરાંત નહીં. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational