STORYMIRROR

Hemaxi Buch

Tragedy Inspirational

4  

Hemaxi Buch

Tragedy Inspirational

માણસ તું માણસ છે ખરો?

માણસ તું માણસ છે ખરો?

1 min
429

માણસ તું માણસ છે ખરો?

નર્યો દંભ, આડંબર ને રુક્ષ,

ભીતરથી સાવ ખાલી ખમ,

બહાર તો દેખાડો ભરપૂર,


જીવન જીવે યંત્રવત બેશુમાર,

લાગણી ને નામ કરે વેપાર,

છેતરપિંડી, વિકૃતિ, ને વ્યભિચાર,

માસૂમિયત છોડી હેવાનિયતનો શિકાર,


કેટલું છલ, પ્રપંચ ને કાવા દાવા રમીશ?

અરીસો પણ પૂછે છે તારી સાચી ઓળખ,

હોય જો બાકી થોડી પણ શેઃ શરમ,

છોડ પાશવી આચરણ ને 

સ્વીકારી લે માણસાઈની શરણ,


થયો જ છે જ્યારે માનવ યોનીમાં જન્મ,

રાખી લે લાજ ચોર્યાસી લાખ ફેરાની તું,

નિભાવી દે રશમ માણસાઈની

ફેલાવી દે પ્રકાશ આ તેજ પુંજ આયખાની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy