STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

માણસ તો માણસ છે

માણસ તો માણસ છે

1 min
271

માણસ તો માણસ છે,

ક્યારેક ખરાબ તો ક્યારેક સારો હોય છે,


ક્યારેક પ્યારો તો ક્યારેક નઠારો હોય છે,

એને ઓળખવાનો ક્યાં કોઈ ઈશારો હોય છે,


ક્યારેક દરિયા જેવો વિશાળ,

તો ક્યારેક ખાબોચિયા જેવો છીછરો હોય છે,


ક્યારેક પેટ ને ઠારતા શીતળ બરફ જેવો હોય છે,

તો ક્યારેક હૈયું દઝાડે એવો અંગારો હોય છે,


ક્યારેક સિહાસન પર રાજ કરતા રાજા જેવો શૂરવીર હોય છે,

તો ક્યારેક કોઈના સાથ વગરનો નોધારો હોય છે,


ક્યારેક દર દરની ઠોકર ખાતા ફકીર જેવો હોય છે,

તો ક્યારેક નસીબનો ચમકતો એનો સિતારો હોય છે,

માણસ તો માણસ છે,


જેવો હોય એવો અપનાવી લેવો,

આખીર એ પણ સમયનાં પ્રહારોથી ઘાયલ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational