માણસ છું
માણસ છું


પથ્થરમાં પણ પ્રાણ પૂરીશ,- માણસ છું,
એટલી ધીરજ હૈયે ધરીશ,- માણસ છું,
નહિ ભોગવું કેવળ પશુની જેમ નસીબ,
પ્રયત્નથી અજવાળાં કરીશ- માણસ છું,
હું છું કર્મપથનો પથિક આગે ધપનારો,
વિજય વરીને જ હું ફરીશ- માણસ છું,
કરી લે કસોટી તું પણ ઈશ્વર મારી કદી,
ના આવતી આફતે ડરીશ- માણસ છું,
તારી જ આપેલી બુદ્ધિથી ઉકેલ લઈશ,
પગ પારોઠના કદી ન ભરીશ- માણસ છું.