STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

માંગી બેઠો

માંગી બેઠો

1 min
379


જઈને હરિમંદિરે ન જાણે કેટકેટલું માંગી બેઠો !

સાક્ષાત હરિવરને રખે મારા જેવો હું માની બેઠો !


માનવદેહ દીધો જેણે એનો આભાર માનવો ઘટે,

પણ રે ક્ષુલ્લક પદાર્થો એની પાસેથી યાચી બેઠો !


માયાવરણે સારાસાર વિવેક ગુમાવી થયો હું કેવો !

મારા માટે, કુટુંબકાજે ભૌતિક પદાર્થો લાવી બેઠો !


ફરજ મારી માંગવાની સદાચાર, સન્મતિને કર્મની,

લોભ લાલચમાં આવીને માનવ્ય પાસું ભૂલી બેઠો !


રે રે હરિવર ! શું કીધું મેં પરમપિતા સન્મુખ યાચના ?

ક્ષમસ્વ પરમેશ્વર માયાગ્રસ્ત માનવી શું કરી બેઠો !


મિથ્યા થાઓ મુજ યાચના અજ્ઞાનવશ જે કરી મેં,

દેજો અંતરયામી મુજ હિતનું એ ભાવને ધરી બેઠો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational