STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

માંગે છે

માંગે છે

1 min
18

નજર એમને બસ જોવા માંગે છે.

ભરી નયનમાં ના એ ખોવા માંગે છે.


હલબલી ઊઠ્યું ઉર તારકમૈત્રી થતાં,

મિલનની યાદને વલોવવા માંગે છે.


ના થઈ વાત કશી જિહ્વા થકી પણ,

નૈનની ભાષાને વાગોળવા માંગે છે.


સાતત્ય ઝંખનાનું બળવત્તર લાગતું,

સમય ઓળંગીને પામવા માંગે છે.


મૌન પ્રણયમાં ઘણુંબધું કહી જતું,

બહુવચનને એકવચન કરવા માંગે છે.


સૌંદર્ય દિલ તણું દૈવતને વિખેરતું,

વરસતાં ચક્ષુને એ લૂંછવા માંગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance