STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

માં

માં

1 min
302

મમતાની મૂરત સમાન મારી તુ માં

વાત્સલ્યનો ધોધમા રમાડતી તુ માં,

લાગણીની સરિતા વહાવતી તુ માં,

કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં !


લાડ કોડથી મુજને ઉછેરનારી તુ માં,

સંસ્કારોથી જીવનને ઘડનારી તુ માં,

હૈયાના હિંડોળામા ઝૂલાવનારી તુ માં,

કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં!


દુઃખ સહી સુખમા રાખનારી તુ માં,

મુસીબતમા રક્ષણ આપનારી તુ માં,

જીવનની છત્ર છાયાં બનનારી તુ માં,

કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં !


શિતળ મીઠી છાંયડી દેનારી તુ માં,

દુનિયામા સુખના છેડા સમાન તુ માં,

"મુરલી" ના દિલનો ધબકાર છે તુ માં,

કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational