STORYMIRROR

Shaurya Parmar

Classics

3  

Shaurya Parmar

Classics

મા!

મા!

1 min
473




સમસ્યા સઘળીયે, આમ હટી જાય,

તું નજર ઉતારે ને બધુંય મટી જાય,


દર્દની શું મજાલ કે મને દુઃખ આપે,

માથે હાથ ફરે ને આમ ઘટી જાય!


થોડોક પણ હતાશ જોવે એ મુજને,

મને ખુશ કરવા, બધી હદ વટી જાય,


ખોળામાં લઈને, કાલીકાલી બોલી બોલે,

તું ચમચી ધરે ને લાલો ગટગટી જાય,


જીંદગીમાં જ્યારે કશુંય ના સૂજે ત્યારે,

મન મારું, ફક્ત મા તારું, નામ રટી જાય!


Rate this content
Log in

Similar gujarati poem from Classics