મા
મા
મા શબ્દ અગાથ અનંત છે,
લહરાયે સાગર જેમ એ,
ઈશને સમયની તાણ પડી,
તો રચના માતાની કરી.
બધે પહોંચવું શક્ય ન હતું
માટે રૂપ માતા નું ઘરયું,
પ્રેમ થી કો વંચિત ન રહે,
નિજને સૌ નશિબદાર ગણે.
પ્રભુતો ખાસ મંદિરે મળે,
આવી લોકો ટોળે વળે,
મા તો હર ઘરઘરમાં રહે,
મમતાની જ્યોત સદા જલે.
નિરંતર એકધારી વરસે,
નિજ બાળ ન પ્રેમને તરસે,
ફિકર એની સદા રહેશે,
એની જોડ કદી ન જડશે.
