STORYMIRROR

Zaverchand Meghani

Classics Others

0  

Zaverchand Meghani

Classics Others

મા મને વેચશો મા

મા મને વેચશો મા

1 min
465


વેચશો મા મને વેચશો મા !

તમે લોકોના સેવકો, વેચશો મા !


મારી પાંસળીઓનાં હાડકાં ગણાવવા

રહ્યાંસહ્યાં ચામડાં ખેંચશો મા—તમે


મારાં આંસુની તમે શાહીઓ ઘુંટાવી

સેનાની ઈન્ડી–પેન સીંચશો મા—તમે


મારા હૈયાની માંહી ધીખે છે આગ ત્યાં

પોતાની રોટીઓ શેકશો મા—તમે


મારાં શોણિત મહીં રંગેલા વાવટા

લૈ લૈને ગાનતાન ગ્હેકશો મા—તમે


સોનાની થાળીએ ભોજન આરોગતા

મારી હાંડીની વાતો ફેંકશો મા—તમે


વેચશો મા, મને વેચશો મા,

તમે કવિઓ ને લેખકો, વેચશે મા !—મને


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics