STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

લક્ષ્યવેધ.

લક્ષ્યવેધ.

1 min
27.5K


મીઠા શબ્દોથી વાણીની શરુઆત કરીએ.

ને એજ રીતે પરા શબ્દે રજૂઆત કરીએ.


વચનની દારિદ્રતા કોઈ કાળે ન ચલાવીએ,

શબ્દે રીઝાવી સામેનાને આત્મસાત કરીએ.


શુભ શરુઆત એ જ અડધું સંપન્ન ગણીએ,

ત્યાગી આળસને કર્મયોગીની નાત કરીએ.


કોઈ કામને મૂલતવાની વાત જ સાવ ખોટી,

વિટંબણાની નિશા હટાવીને પ્રભાત કરીએ.


છીએ માનવ શું ન કરી શકનારા આપણે?

અરિને પાઠ ભણાવી ખાટા એનાં દાંત કરીએ.


જાળવી રાખીએ જુસ્સો અથથી ઈતિ લગી,

લક્ષ્યવેધે વિજય વરીને પછી નિરાંત કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational