લઈ લે શરણમાં તારા
લઈ લે શરણમાં તારા
વહેલો પધાર મન મંદિરમાં મારા,
સામૈયા કરીશ હું ઉમંગથી તારા,
દિલમાં વસીજા પ્રેમથી મારા,
મધુર તરાના ગાઈશ હું તારા,
જનમો જન્મથી વાટ જોઉં છુંં,
અરમાન પૂરા કરી દે તું મારા,
ચાતકની જેમ તરસી રહી છું,
વરસાવ પ્રેમની તું વર્ષા ધારા,
તારા મિલન માટે તડપી રહી છું,
બની ગઈ છુંં હું બે સહારા,
ન કર આકરી કસોટી મારી તું,
મિટાવી દે હવે તું ભવના ફેરા,
હું છું તારા ચરણોની દાસી,
લઈલે મુજને શરણોમાં તારા,
તું છો અવિચળ ને અવિનાશી,
સૂર સંભળાવ "મુરલી" ના તારા.
