લે.. હાલ..
લે.. હાલ..
આંખોમાં તારી કઈ અજબ છે ભાવ,
પણ લાગે છે આજે તને શબ્દોનો અભાવ.
ખચકાય છે કેમ આપતા લાગણીને અવાજ? સાહેબા જાણે જાણતો નથી તું મારો સ્વભાવ!
આવ્યો છે જીવનમાં મારા તું બનીને વસંત,
શું કહું તને કેટલો છે મારા રુદિયામાં તારો પ્રભાવ!
વિચારે છે શું આટલું? સોંપ્યું છે દલડું ને શ્રદ્ધા છે અપાર,
તો, લે.. હાલ.. આજે ભેળવીએ શ્વાસ ને કોરણે મૂકીને શરમ, દેહનો ધરમ તું નિભાવ.

