STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

લાગ્યા

લાગ્યા

1 min
269

બ્રહ્માંડમાં જિંદગીના રંગ અને સ્વરૂપ એવા બદલાયા,

કે લોકો અંતર ત્યજી એકબીજાને અંતરમાં વસાવવા લાગ્યા.


જીવનમાં ઘટનાઓના ક્રમ વધવા લાગ્યા,

હવે તો રોતા રોતા પણ લોકો હસવા લાગ્યાં.


આજના સવાલનો જવાબ કાલે જરૂર મળશે,

ખાલી જગ્યા મૂકી આગળના સવાલો તરફ વધવા લાગ્યા.


કોરા કાગળમાં લોકો ભૂલો શોધવા લાગ્યા,

મને તો તેમના નયન કાજળ મિશ્રિત લાગ્યા.


અંદર અગન બહાર પવન વચ્ચે ઘાયલ મન,

બચવા માટે આંસુઓનો સહારો શોધવા લાગ્યા.


નવા-નવા રસ્તાઓ પરિચિત કરવા માટે,

સજાગતાથી પરિચિત રસ્તાઓ ભૂલવા લાગ્યા.


સમય નામના પરપોટા જીવનમાં તરવા લાગ્યા,

મીઠા જળનાં પાણી પીવા સિંહો પણ નમવા લાગ્યા.                  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational