STORYMIRROR

ALKA J PARMAR

Romance

4  

ALKA J PARMAR

Romance

લાગણી

લાગણી

1 min
363

શરૂઆત આજે તમે કરો છો કે કરું હું,

ચાલો ઘડીક લાગણીઓનો હિસાબ કરી લઈએ.


મેં શું કર્યું તારા માટે?તે શું કર્યું મારા માટે ?

બસ આ હિસાબ કિતાબમાં થાકી જવાય છે.


તારી મારી લાગણીઓના હિસાબમાં,

નિર્દોષ પ્રેમનું કતલ કરી દેવાય છે.


હિસાબ કરે છે લોકો પોતાની લાગણીઓનો,

બીજાની લાગણીઓને જ ભૂલી જવાય છે.


થાકી ગઈ હવે આ લાગણીઓના હિસાબ કિતાબથી,

ભૂલી જાવું છે લાગણીઓને એવી જ્યાં હિસાબની જ વાત કરાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance