STORYMIRROR

Masum Modasvi

Classics Inspirational

3  

Masum Modasvi

Classics Inspirational

લાગણી સામા પ્રવાહમાં

લાગણી સામા પ્રવાહમાં

1 min
27.8K


ખેંચી રહી છે લાગણી સામા પ્રવાહમાં, 

રોકી શકાઈ ભાવના ક્યારે નિબાહમાં.

જોતા રહેલા ખ્વાબ ને ફળતા થવા સબબ,

સપના ઘણાયે રાચતા જાગી નિગાહમાં.

બદલી ગઈછે કેટલી સુરત જગત તણી,

જીવી જવાનું સાંપડ્યું નૌખી તરાહમાં.

આવી મળ્યું તે રાખતા કરતા નહી ફરક,

ભેદો રહયા છે ક્યાં હવે પુણ્યો ગુનાહમાં.

સોચ્યા વિનાએ કર્મને કરવું પડે સદા,

ચાલી જવાનું હોય છે અંજાની રાહમાં. 

હેતુ વગરના માનવી ભાગી રહ્યા જંગે,

ચલતી પરાણે જિંદગી કોની પનાહમાં. 

તેના કહ્યામાં ચાલતાં રસ્તા ખૂટે નહીં, 

ભેદો વધારે ભાસતા માસૂમ સલાહમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics