લાગણી ની ભૂખી દિકરી
લાગણી ની ભૂખી દિકરી
લાગણીઓ આપવી હોય તો સાચી આપો,
બાકી તમારા દંભનો ઉપકાર નથી જોઈતો.
દિકરીને દિલથી આપો એટલે બહુ થઇ ગયું,
અમારે દિકરીઓને લેખિત કરાર નથી જોઈતો.
જીવન બહુ સરળ અને સાથ તમારો સાચો આપો,
એક ભાવનાની ભૂખી મોટો કારભાર નથી જોઈતો.
તમે અમને સમજો એટલે બસ બીજું કંઈ ના આપો,
વ્હાલનો એક શબ્દ આપો ખોટો પ્રચાર નથી જોઈતો.
નાનું ઘર ચાલશે પણ તમારી અમાપ લાગણી આપો,
તમારા દિલમાં રાખો બહુ મોટો વિસ્તાર નથી જોઈતો.