લાગે
લાગે


તારી યાદે મને બસ ભીનું ભીનું લાગે.
ન પૂછો આંખોને કે ઊનું ઊનું લાગે !
ગેરહાજરીમાં પણ હાજરી વર્તાતી,
હો મેદની લાખોની કે સૂનું સૂનું લાગે.
સૌથી સવાઈ પ્રીત તારી હો મુજને,
મનતણા દ્વારે કશુંક જૂનું જૂનું લાગે.
ભૂલાઈ જાય સિતમો જગતના મને,
તારી સાપેક્ષ સઘળું નાનું નાનું લાગે.
આવ સન્મુખ ગોઠડી માંડીએ ઊભય,
ન પડે છઠ્ઠે શ્રવણ કે છાનું છાનું લાગે.