Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

લાડ દીધા સામટા

લાડ દીધા સામટા

1 min
302


મા બાપના આશિષ થકી મુજ જીંદગી રોશન બની,

ઉપકાર છે એના ઘણા મુજ સાદગી રોચક બની.


ભરપૂર કીધો સ્નેહ એણે, લાડ દીધા સામટા,

બંધન નથી કીધા કદી મુજ તાજગી પોષક બની.


ઘર દીવડી છું જાણતા ને ઊંજતા ઉંજણ મહી,

તુલસી તણો ક્યારો ગણી મુજ બંદગી ગોરસ બની.


ના ભેદ કીધા, દીકરા ને દીકરી વચ્ચે કદી, 

ઉડાન ભરવા પાંખ ધરતાં મુજ માંદગી મોદક બની.


સંસ્કાર રૂડા  આપવા, એ  વેદની  વાતો  કરે,

ભ્રાંતિ સકલ ભાંગી ગઈ, મુજ વાનગી મોહક બની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational