Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Tejal Parekh

Inspirational

3  

Tejal Parekh

Inspirational

નારી

નારી

1 min
207


સમયમાં બદલાવ આવતો ગયો, 

પણ નારી તું ના હારી. 

શિક્ષિત બની કે અશિક્ષિત રહી,

 પણ હંમેશા ઝઝૂમતી રહી. 

સુખ અને દુઃખના કડવા ઘૂંટ પીધા,

 પણ નારી તું ના હારી. 

સદીઓ બદલાઈ પણ તારો સંઘર્ષ એ રહ્યો, 

પણ તું ના બદલાઈ ઝઝૂમતી રહી.


ભીડમાં કે એકલા પીડા તારી સાથે રહી, 

પણ નારી તું ના હારી,


બાળપણ, યુવાની, કે ઘડપણ દરેક અવસ્થામાં તું સમર્થ,

મહેનત તારી ખુદ આવી સાથ સદા,

પણ હંમેશાં ઝઝૂમતી રહી.

મળે છે ગજબના રહસ્ય જગતમાં,

પણ તારા અવતારની વાત નિરાળી રહી. 

જિંદગીની આ સફર પૂરી ગમે તે સમયે થાય.

 પણ તું હંમેશા ઝઝૂમતી રહી, 


સમયમાં બદલાવ આવતો ગયો,

પણ નારી તું ના હારી. 


Rate this content
Log in