લાભની લ્હાણી મળે !
લાભની લ્હાણી મળે !
લાભની લ્હાણી મળે, પરિવારમાં મનવા સમજ,
પીડતા સંકટ ટળે, પરિવારમાં મનવા સમજ.
છો વિચારો ભિન્ન સૌના તે છતાં પણ એક્તા,
છાંયડી શીતળ ફળે, પરિવારમાં મનવા સમજ.
દોર છે વિશ્વાસનો, તૂટે નહીં જોજે હવે,
ભાવ ભીંજ્યા ઉર ગળે, પરિવારમાં મનવા સમજ.
હેતની હેલી મહીં, ભીંજાય છે દલડાં અહીં,
ત્યાગના તર્પણ ભળે, પરિવારમાં મનવા સમજ.
ભાગ્યશાળી હોય તેને સાંપડે પરિવાર 'શ્રી',
કર કદર તો ના બળે, પરિવારમાં મનવા સમજ.
