Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

કયાંથી હોય

કયાંથી હોય

1 min
337


જિંદગીના દરિયામાં મોજાઓની આવન-જાવનમાં, 

વીતેલી જિંદગીની જવાની કયાંથી હોય ? 

શ્વાસને શ્વસતો રાખી શૂન્યવકાશમાં, 

અંધકારમાં સોનેરી કિરણો ક્યાંથી હોય ? 


ખરી પડ્યું છે પાન લીલું આ જગતનાં ઉપવનમાં, 

આંસુઓની લજવાતી ભીંનાશ ક્યાંથી હોય ? 


કુદરતી ઘટમાળમાં ક્યાંક ટાઢ, તડકો ને વર્ષાની હેલીમાં, 

સમયચક્રને અટકાવાતી આહટ ક્યાંથી હોય ? 


મારાં ને તમારાં થયેલાં અનેક આવન - જાવનમાં, 

દિલને શણગારાતી આત્માની અજવાસ ક્યાંથી હોય ? 


હું મુરખ છું છતાં પણ શોધું તને આ સંસારમાં, 

ખાલી પ્રયાસ છે મારો આશ્વત ક્યાંથી હોય ? 


રણમાં રહેલાં આ ઝાંઝવા જેવાં મૃગજળમાં, 

આખી જિંદગીની વેઠાતી તરસ કયાંથી હોય ? 


મેં તો આવકારી હતી અનેક ક્ષણોને મારાં પટારામાં, 

પણ તેમાં જીવનનું વણલખ્યું પાસુ ક્યાંથી હોય ? 


સ્તબ્ધ કરીને જીવન લહેરાવતું આ અગમ્ય સંસારમાં, 

પ્રજ્વલિત આત્માનાં ઉજાગરનું ખેડાણ ક્યાંથી હોય ? 


"સખી" નો છે આ પ્રયત્ન સઘળો જિંદગીનાં મુકામમાં, 

જિંદગીને વલોવાતી આગની જ્વાળાઓ ક્યાંથી હોય ? 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational