STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

ક્યાંક વિસામો

ક્યાંક વિસામો

1 min
383

ક્યાંક વિસામો મળે ને બેસી જાઉં ગોઠડી કરવા; 

વિતેલા વર્ષોની મધુર યાદોને ચાલ તાજી કરવા !


અભરખા થયા કેવા ભીતરે અઘરા એને પૂરા કરવા;

 કો'ક લીલેરી છાંયડીમાં તાજગીની મહેકને સાદ કરવા !


સુખદુઃખના ઓટલાઓ ભાંગ્યા ને તોડ્યા તે સરખા કરવા; 

સ્નેહતણા તાણાંવાણાંને ગૂંથીને છે આજ એને એક કરવા !


સંસારે મૃગજળ બનીને પ્યાસ ક્યાં ધરાતી તે તૃપ્ત કરવા;

આવન જાવન ઉરમાં ઊભરાતી ઉર્મિઓને જીવંત કરવા !


લડતા ને પડતા ભાઈબંધ સંગ થોડો ચાલ હિસાબ કરવા;

બંધ કરેલ મનના તે દ્વારો ખોલીને મળતાને મીઠો સાદ કરવા !


મુગ્ધ બાળકની જાત બની શેરી શેરી ભ્રમણ રોજ કરવા;

દોડીને કૂદકાઓ લગાવી જોને આંબેરી ડાળોને સર કરવા !


સકળ સાધનની તૃષ્ણાને મૃતપાય આજ ક્ષણમાં કરવા;

મુક્તતાની મોહક લીલા ભરી દીધાની હવે ચાહના કરવા !


પાવન મન તન સૌ જાતને સહુ સંગે ગોઠડી મજાની કરવા;

'ફાગ' રહી રહી પામે પમરાટ ઘણી યાદોની તાજપ જ્ઞાત કરવા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational