STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

ક્યાં લગી

ક્યાં લગી

1 min
13.8K


કરીશું ગમોને વહન ક્યાં લગી,

નભાવો હ્રદયની જલન ક્યાં લગી.

મળ્યા વારસામાં ખયાલો બધાં, 

હજુ લગ કરીયે મનન ક્યાં લગી.

અગર જો દિલાસા નહીં સાંપડે,

કહો વેઠવાના દમન ક્યાં લગી.

ભરીશું સમયને સદા બાથમાં, 

જફાને કરીશું સહન કયાં લગી.

વિચારે ભરીને ફરે ભ્રમણાં,

સમજશે નહીં તે કથન ક્યાં લગી.

હકીકત જણાવી ખરી તે છતાં, 

કરાવો વધારે જતન ક્યાં લગી.

ખરી વાત સાચી નથી માનતા,

ચરિત્રે કરીશું પતન ક્યાં લગી.

થમેલા સમયની બદલવા ગતિ,

પ્રતિકુળ થાશે પવન ક્યાં લગી.

ચલો આજ માસૂમ નવી રાહ પર,

સહીશું ગમોના વજન ક્યાં લગી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational