STORYMIRROR

Nayana Charaniya

Inspirational Children

4  

Nayana Charaniya

Inspirational Children

ક્યાં ખોવાઈ ?

ક્યાં ખોવાઈ ?

1 min
430

ક્યાં ખોવાઈ ગઈ મારી ચકલી તું ?

સવારે આવતી નાખવા ચણ હું.


સવારે ચી...ચી... કરી જગાડતી તું

દાદા સાથે બેસી તને સંભાળતી હું.


આજ ન મને દેખાય ક્યાં અહીં તું

શું રહી ગઈ દાદા સાથે ત્યાં જ તું ! 


જોને જો કોઈ તોતડી બોલે બોલી 

 એના મુખમાં ચકલી બેન બોલી.


આજ ન તું બોલી ન તને ક્યાંય જોઈ 

આવને ફરી હું બનાવું માળો તને જોઈ. 


ફરી ઉછેરું હું ઝાડવા ને ફરી કરુ લીલોતરી ચકલી,

આવને મળીને વાતો કરીશું કરજે ચી..ચી.. તું ચકલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational