STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

3  

ચૈતન્ય જોષી

Drama

કવિતા મારી

કવિતા મારી

1 min
387

પ્રાણથીય અધિક પ્રિય લાગે મને કવિતા મારી,

જેની યાદે સ્પંદનો કેવાં જાગે મને કવિતા મારી.


નીચોવાઈ જતું ઉર લાગણી વહાવી વહાવીને, 

હોય અંતર તણા અનુરાગે મને કવિતા મારી.


અનુભવ શબ્દદેહ ધરીને અભિવ્યક્ત થનારો,

ક્યારેક ક્યારેક રખેને તાગે મને કવિતા મારી.


છે અનુસંધાન એને દિલ અને દિમાગનું કેવું! 

મારી પસંદમાં રહેતી આગે મને કવિતા મારી.


સુંવાળપ ઉરની શબ્દ સહારે કુસુમો બિછાવે,

વસંત લાવતી જીવન બાગે મને કવિતા મારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama