STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

4  

ચૈતન્ય જોષી

Drama

કવિ/ કવિતા

કવિ/ કવિતા

1 min
380

કવિને કવિતામાં હૃદય દેખાય છે.

એને વખોડે ત્યારે હૃદય ઘવાય છે.


રચના એની માનસપુત્રી ઉરસમ,

શબ્દોમાં એના ઉરભાવ વંચાય છે.


હોય છે અનુભવોક્તિ અંતરની,

સત્યનો માપદંડ ત્યાંથી સર્જાય છે.


પ્રભુની પ્રેરણાને પરમની પ્રસાદી,

વાંચીને વિભુ પણ રખે મલકાય છે.


વેદ વસી જાય છે એની કલમમાં, 

કવિતા ઈશની વાણી ઓળખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama