STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

કુડી રે કાયા

કુડી રે કાયા

1 min
484


હો માનસરોવર જઈએ,

કુડી રે કાયા, માનસરોવર જઈએ.

હંસલો જાણીને વીરા સંગત કરીએ રે,

ભેળાં બેસીને મોતી ચણીએ રે…

સાધુ સંગાથે વીરા, સાધુ કહેવાયે,

નિત નિત ગંગાજીમાં નાહીએ રે…

કુડી રે કાયા…

માંહ્યલાએ મનડાને,કેમ તું ભૂલ્યો વીરા,

દરસન ગુરુજીના કરીએ રે…

કુડી રે કાયા...

બાઈ મીરાં કહે પ્રભુ, ગીરીધર નાગર,

ભવસાગરથી તરીએ રે…

કુડી રે કાયા…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics