કસ્તુરી મૃગની જેમ
કસ્તુરી મૃગની જેમ
કસ્તુરી મૃગની જેમ,
જીવનના જંગલમાં દોડતી રહી,
સાચા સુખને ધનદોલતમાં શોધતી રહી,
મોહમાયાના ચક્રવ્યૂહમાં ફસાતી રહી,
મૃગજળને જળ માની,
અદમ્ય ઈચ્છાઓની તૃષા છીપાવતી રહી,
બેફામ બેલગામ વિચારોનાં અશ્વને ખીલે ખોડતી રહી,
દુન્યવી સુખો સાથે નાતો જોડતી રહી,
દુન્યવી સુખ ચેનની લાલચમાં,
કેટલાય દિલ તોડતી રહી,
ઈશ્વરના નિયમોને હું તોડતી રહી,
ચંદ્રનો ઉજાસ પામવા,
પાસ રહેલા તારાઓને હું ખોતી રહી,
ઈશ્વરની લીલા હું જોતી રહી,
ધન દૌલત દુન્યવી સંપત્તિ પાછળ પાગલ હું,
સુખને દુન્યવી સંપત્તિના ખોટા ત્રાજવે તોલતી રહી,
કસ્તુરી મૃગની જેમ દોડતી રહી,
સાચા સુખને દુન્યવી સંપત્તિમાં ખોજતી રહી,
ઈશ્વરે આપેલા આંતરિક સુખને બાહરી જગતમાં શોધતી રહી.
