STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

કર્યું વૃક્ષનું પતન

કર્યું વૃક્ષનું પતન

1 min
256

કુહાડી વૃક્ષનાં હાથાની લઈ માનવી તે કર્યું એનું જ પતન,

મારી કુહાડી પોતાને પગે માનવી તે ખુદનું ના કર્યું જતન,


આપ્યો તને શીતળ છાંયડો ને ફળો માલામાલ,

પરોપકારી જીવનું માનવી તે શું કામ કાઢ્યું નિકંદન,


હવા આપી શુદ્ધ તને પ્રાણ આપ્યાં એ જીવનદાતાનું,

એક ઘા વડે શીદને માનવી તે તોડ્યું જીવન અંકન,


ઔષધિ અને લાકડું તે માગ્યું એટલું આપ્યું એણે,

અસંતોષને કારણે તે કેમ સઘળું તોડ્યું ગુંથન,


તારા સ્વાર્થનો દરિયો ઘુઘાવાતો રહ્યો હંમેશા,

પ્રકૃતિને ખલેલ પહોંચાડી કેમ તે કર્યું નઠારું પતન,


ઉઝાડ્યો તે પ્રાણી ને પંખીના આશરાનો ખજાનો,

પોતાની જરૂરિયાતમાં ગળાડૂબ થઈ ખોયું પ્રકૃતિનું બંધન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational