STORYMIRROR

Anil Dave

Inspirational

3  

Anil Dave

Inspirational

કરવી જરૂરી છે

કરવી જરૂરી છે

1 min
335

જ્ઞાનીએ સાધુ-સંતોની સંગત કરવી જરૂરી છે,

પરમાત્માની ભક્તિની કિંમત કરવી જરૂરી છે.


સુખ મેળવવા માટે જાતે મહેનત કરવી પડે છે,

જિંદગી સુખી કરવા મહેનતની સંગત જરૂરી છે.


નિષ્કલંકિત રહેવા સદાચારી જીવન વિતાવવું છે,

હંમેશા સુરક્ષિત રહેવા નમ્રતાની હરકત જરૂરી છે.


દોસ્તીમાં દિલોજાન લુંટાવીને દોસ્તી નિભાવવી છે,

હાસ્યનો ગુલાલ ઉડાડતાં મિત્રોની ગમ્મત જરૂરી છે.


મોંઘવારીથી ઘરના ખર્ચમાં કરકસર કરવી જરૂરી છે,

સુખી જીવન જીવવા માટે રૂપિયાની બચત જરૂરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational