કરુણતા
કરુણતા
ઈમાનદાર છે પણ ઈનામદાર નથી કરુણતા કેટલી ?!
અમલદાર છે પણ ઈમાનદાર નથી કરુણતા કેટલી ?!
જગત મનમાં જાણે છે પણ જાહેરમાં વગોવે એને,
સમજદાર છે પણ આવકાર નથી કરુણતા કેટલી?!
આંટીઘૂંટીમાં રસ ધરાવે છે દુનિયા કરી નાખવામાં એ,
નેકી રાખનાર છે પણ સમજનાર નથી કરુણતા કેટલી?!
વાતો કરે છે બધા રામાયણને મહાભારતને ગીતાની,
સર્વ વાંચનાર છે પણ આચરનાર નથી કરુણતા કેટલી?!
છે પારંગત માણસો અહીં બીજાની ભૂલ શોધવામાંને,
ભૂલ ગોતનાર છે પણ સુધારનાર નથી કરુણતા કેટલી ?!
