STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

કરું છું...!

કરું છું...!

1 min
26.3K


શબ્દોથી તમને સાદ કરું છું,

બાકી હરપળ હું યાદ કરું છું.


મિલન મુલાકાત ન પણ થાય,

કયાં કદી એની ફરિયાદ કરૂં છું?


મને મળે હોય જે મારું સદૈવ,

તુજવિણ કયાં પૂજ્યપાદ કરું છું!


રોજરોજ દિવસ જાય છે ખાલી,

જિંદગીમાંથી એક હું બાદ કરું છું.


તારા નામે કરી દઉં આયખું મારું,

પછી ક્યાં હરિ કશો વિવાદ કરું છું?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational