Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

કૃષ્ણ કૃષ્ણ જપો ઓ જિહવા

કૃષ્ણ કૃષ્ણ જપો ઓ જિહવા

1 min
215


કૃષ્ણ કૃષ્ણ જપો ઓ જિહવા, કૃષ્ણ જગમાં સાર છે;

રામ રામ રટો ઓ જિહવા, રામ જગમાં સાર છે.

પ્રેમગાન કરો સદાયે, એ જ અમૃતધાર છે,

કીર્તન કરી મસ્ત રાચો, પ્રેમ જગમાં સાર છે... કૃષ્ણ.

કૃષ્ણ, કાલી, રામ, શંકર, એક એ ઉદ્દગાર છે,

જે ગમે તે નામ ગાઓ, ગીતામાં ઉદ્ધાર છે... કૃષ્ણ.

કર્ણ બનજો પાત્ર ઉત્તમ, સુધા-પારાવાર છે,

પ્રાણ આસન થજો એનું, એ જ જગદાધાર છે... કૃષ્ણ.

રોમ રંગાજો રસથકી, દેહ દિલરૂબા બનો,

હૃદયમાં રણકી રહો એ, એ જ કરુણાગાર છે... કૃષ્ણ.

એ જ સુખ ને શાંતિસાગર સેવ એને પ્રેમથી,

ચિત્ત, એના ચારુ ચરણે સ્નાન કરજે નેમથી;

જો પછી આનંદ મળશે, એ જ સરજનહાર છે,

આ બધી એની જ લીલા, એહનો દરબાર છે... કૃષ્ણ.

પ્રાણ બંધાશો ન પ્રીતે સ્વલ્પ કોઈ લોકની,

પ્રેમ સાગર પૂર્ણ આ તો મુગ્ધ તો જાઓ બની;

બની ‘પાગલ’ ચહો એને, દુઃખ એ હરનાર છે,

સિદ્ધિ મુક્તિ અર્પનારા, શાંતિના કરનાર છે... કૃષ્ણ.

- શ્રી યોગેશ્વરજી

 


Rate this content
Log in

Similar gujarati poem from Classics