કરો વાવેતર
કરો વાવેતર
કરો વાવેતર કાંટા કેરું
આશા રાખો ફૂલોની
કરો વલોણું માખણ કેરું
આશા રાખો માખણની
કરવું નથી કંઈ કામ ધરમનું
નથી વૃતિ મને સેવવાની
રચ્યા પચ્યા છો મોહમાયામાં
શાંતિ ક્યાંથી મળવાની?
જીવનનો હેતુ સમજ્યા નહિ
ખેલ ખેલ્યા ખેલંદા થઈ
કરી નહિ પરવા ભવિષ્યની
સમગ્ર જિંદગી વીતી ગઈ
પસ્તાવો હવે કરો છો
હવે એની કિંમત ના રહી
વીતી ગયા વર્ષ જીવનના
યુવાની ગઈ અને પાનખર રહી!
