કરીએ આજે
કરીએ આજે
સજીએ આજે શણગાર બંધુ સજીએ શણગાર
આજ છે અવસર ઉમંગનો બંધુ સજીએ શણગાર,
ધરીએ આજે ધ્યાન બંધુ ધરીએ ધ્યાન
આશાનાં આસન પાથરીને ધરીએ ધ્યાન,
આપીએ આજે આનંદ બંધુ આપીએ આનંદ
ઈરાદાના આશ્રયથી આપીએ આનંદ,
ભમીએ આજે ભોમ ઓ બંધુ ભમીએ ભોમ
ભાવના ભાથા બાંધીને ભમીએ ભોમ,
રાખીએ રંગોની રેલમછેલ ઓ બંધુ
રાખીએ રેલમછેલ,
રીતની મુલાકાત લઈને રાખીએ રેલમછેલ,
કરીએ જીવનની શરૂઆત ઓ બંધુ
કરીએ જીવનની શરૂઆત,
જીવનની મુલાકાત લઈને કરીએ જીવનની શરૂઆત.

