કરામતના કિસ્સા
કરામતના કિસ્સા
ગુર્જર ધરાએ પાક્યા છે મહામૂલા રત્નો અપાર;
એના કરામતના કિસ્સા આજ સૂણે આખો સંસાર !
સૂકલકડી દેહે જેણે કીધો અન્યાય કેરો વિરોધ;
એવા અહિંસાની લડતથી આઝાદીનું સ્વપ્ન સાકાર. !
કઠણ કાળજું રાખી મજબૂત મનોબળ જેનું મહાન;
એવા સરદારી કરામત જુઓ દેશનો કર્યો અખંડ આકાર !
જેણે આપી આ દેશને ઊંચા અંતરિક્ષ ઉડાનની પાંખ;
એવા ઈસરોના વ્હાલા વિક્રમનો કરીએ નભતણો સત્કાર !
જેના પદ ભજનમાં જગત આખું દિસે એક બ્રહ્માંડ;
એવા શામળાજીના પ્યારા આદિ કવિનાં ગૂંજે ચમત્કાર !
હિંદની હકૂમતને સદા એણે અણનમ રાખી ઉન્નત શાન;
એવા હિંદના દાદાનો કરીએ આજ અનેરો જયજયકાર !
વંદન આ ધરતીમાત મોરી સ્વર્ગથી લાગે મને રળિયાત;
એની કરામતથી ડુંગરે , દરિયે ને રણમાં ખીલી ગુલઝાર !
