કર
કર


તું જાત સાથે પ્રેમ કર
જેમ ફાવે એમ કર,
કર ના ખુદ પર શક કદિ
ના બીજા પર વ્હેમ કર,
તું ખોજ ખુદમાં છે ખુદા !
તો જ ખુદ પર રહેમ કર,
જો, આયને આ કોણ છે ?
તે કહે છે એમ કર,
તું જ ખુદમાં પૂર્ણ છે
પૂર્ણની ના નેમ કર,
તું પાંગળો પથ્થર નથી
લે છે મણિ, સૌ હેમ કર,
સ્વસ્થ શ્વાચ્છોશ્વાસ છે ?
સ્વયં ને હેમ-ખેમ કર,
એલા, પિંડમાં બ્રહ્માંડ છે ?
તો પિંડ પર ના ક્લેમ કર,
ભલે,જેમ ફાવે એમ કર
પણ,જાત સાથે પ્રેમ કર.