STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

4  

Vrajlal Sapovadia

Inspirational

કર

કર

1 min
459

જનની કોમળ કર હેતે ઝુલાવે પારણું, 

નૃપતિ કર ઉઘરાવે કર બતાવી બારણું, 


ધાત્રી સ્વયં શોષાઈને શિશુને પોષતી, 

નૃપ પોષવા રોજ ફોજ પ્રજાને શોષતી, 


મૈયા નિજ વસ્ત્રથી લાજ ટાઢને ઢાંકતી,  

રાણી રાની બની નશામાં કઈંક ફાંકતી,


માતા તણા અંગ દાનથી સૂત નભતા, 

રાજા ઘટયે ધોતી ખેંચી પાઘે શોભતા, 


પ્રસૂ ભૂખી સુઈ સંતાનને પ્રેમે પાળતા, 

રાય પાઘ છોડી ધોતી નગ્નતા ટાળતા, 


પ્રભુ સ્વરૂપે મા અવની ઉપર છે ઉતરી, 

કંઈક લોક રક્ષકે પ્રજાને ખુલ્લે છેતરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational