STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

કોટી કોટી વંદન

કોટી કોટી વંદન

1 min
298

પહેલું વંદન મારાં માત - પિતા રૂપી ગુરૂજીને,

આપ્યું મને ધરતી પર અસ્તિત્વ,

આપ્યું મને પ્રાણ રેડીને જીવનદાન,

ચણાવ્યા ખુશીઓ તણા મહેલો,

આવતા સો શિક્ષકોની હરોળમહી,

ચરણોમાં જ છે અડસઠ તીરથધામ,

એવા મારાં માત - પિતા રૂપી ગુરૂજીને કોટી કોટી વંદન.


બીજું વંદન મારાં શિક્ષકરૂપી ગુરૂજીને,

કર્યું ઘડતર શિક્ષણરૂપી તલવારથી,

ખીલવ્યું જેમણે મારું વ્યક્તિત્વ,

બનાવ્યું પથ્થર કોતરી શિલ્પ,

ક્યારેક કડક વલણ તો ક્યારેક મીઠાશથી,

રોપ્યા મારામાં અવનવા ગુણો,

એવા મારા શિક્ષકરૂપી ગુરૂજીને કોટી કોટી વંદન.


ત્રીજું વંદન મારાં પ્રભુરૂપી ગુરૂજીને,

જગાડ્યો વિશ્વાસ સંકટ સમયે,

બચાવી દુર્ગુણોથી, રોપ્યા સદગુણો,

દૂર કરી અજ્ઞાનતા, ફેલાવ્યો જ્ઞાનનો પ્રકાશ,

મારી દરેક નિષ્ફ્ળતાએ શ્રદ્ધા જગાવી,

બનાવ્યો મારો દરેક કોળિયો મીઠો,

એવા મારાં પ્રભુરૂપી ગુરૂજીને કોટી કોટી વંદન.


ચોથું વંદન મારાં મિત્રરૂપી ગુરૂજીને,

આપ્યો જેણે હર પગલે સાથ,

વાળ્યો પાછો ભટકેલા રસ્તેથી,

બચાવ્યો ખરાબ સંગત ને સોબતથી,

ઊભો રહ્યો ઢાલ બની ખડે પગે,

જડીબુટી જ આપી જીવન જીવવાની,

એવા મારાં મિત્રરૂપી ગુરૂજીને કોટી કોટી વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational