કોરોના મહામારી
કોરોના મહામારી
શું છે આ ?
કોરોના નો કેર કે પછી કુદરત સાથે થયું છે માનવી ને વેર ?
કોણ જાણે ?
છે આ માનવ-માનવ વચ્ચેની હરીફાઈ નો ખેલ કે પછી કુદરતે પણ કરી છે આમાં પહેલ ?
દોડ્યો'તો માનવી એ તો દરિયા ને નાથવાને ઊડ્યો આકાશે એ તો ચંદ્ર ને પામવા,
ખબર જ ના પડી કે થઈ ક્યાં એવી ભૂલ ? ને આજે ચાર દીવાલ માં બેસી કરે છે કબૂલ.
પણ છે જગતનો નાથ પણ બહુ ઢીઢ,
જોઈ રહ્યો બધું ને જગત આખું માગે ભીખ,
જાણે છે એ પણ કે બેઠુ છે તે માંડી ને મીટ,
કે કોઈ આવે વાંસળી વગાડતો ને
લઈ જાય આ મહામારીની બીક,
બદલાશે ખરી અમારી પણ જીવનની રીત
રેલાવ ને સૂર તારી વાંસળીના છોડી ને જિદ,
તો ફરી આવશે આખા મલકમાં લહેરાતું સ્મિત,
ખબર છે મને કે નહી સુધરે તારી આ માટીનો મીર,
ને ફરી પાછો એ નઠોર માંડશે મંગળ ભણી મીટ.
